Saturday, March 14, 2026
HomeGujaratમોરબીમાં ખાદ્ય પદાર્થના વેપારીઓ માટે ઓનલાઈન ફૂડ લાયસન્સ માર્ગદર્શિકા જાહેર

મોરબીમાં ખાદ્ય પદાર્થના વેપારીઓ માટે ઓનલાઈન ફૂડ લાયસન્સ માર્ગદર્શિકા જાહેર

ફૂડ શાખાનો અનુરોધ: તમામ ખાણી-પીણીના ધંધાર્થીઓએ foscos વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના ખાદ્ય પદાર્થના વેપારીઓ માટે ઓનલાઈન ફૂડ લાયસન્સ મેળવવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. વેપારીઓ હવે ઘેર બેઠા ઓનલાઈન પદ્ધતિથી ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવી શકે છે. આવનારા સમયમાં ફૂડ રજીસ્ટ્રેશન અને નમૂના ચકાસણી વધુ કડક બનશે તેવા સંકેત પણ આપવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થીઓને ઓનલાઈન ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા ફૂડ લાયસન્સ તથા રજીસ્ટ્રેશન માટે વેપારીઓ હવે ઘેર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.

ફૂડ શાખાએ જણાવ્યું છે કે શહેરના મીઠાઈ-ફરસાણના વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ, કરિયાણાના વેપારીઓ, ડેરી પાર્લર, આઈસ્ક્રીમ વિક્રેતા, લારી-ગલ્લા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના તમામ વેપારીઓએ જો હજુ સુધી ફૂડ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તાત્કાલિક ઓનલાઈન નોંધણી કરાવવી.

આ માટે વેપારીઓએ foscos.fssai.gov.in વેબસાઇટ પર લોગિન કરી બિઝનેસ આઈડી-પાસવર્ડ બનાવી ગુજરાત રાજ્ય પસંદ કરી પોતાના ધંધાનો પ્રકાર પસંદ કરીને જરૂરી ફોર્મ ભરવું, ફી જમા કરાવવી અને સ્વપ્રમાણિત દસ્તાવેજો અપલોડ કરવા પડશે. ત્યારબાદ અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરી જરૂર જણાય તો સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવશે અને અંતે ક્યુઆર કોડ સાથેનું ઓનલાઈન લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઈન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે કે આવનારા સમયમાં ફૂડ લાયસન્સ, સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ચકાસણીની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. તેથી શહેરના તમામ ખાદ્ય પદાર્થોના વેપારીઓએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફૂડ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!