Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં ફેન્સી નંબર માટે ઓનલાઇન રી-ટેન્‍ડર પ્રક્રિયા આ તારીખથી થશે શરૂ

મોરબીમાં ફેન્સી નંબર માટે ઓનલાઇન રી-ટેન્‍ડર પ્રક્રિયા આ તારીખથી થશે શરૂ

ઘણા લોકો તેમના વાહન પછી ભલે તે બાઈક હોય કે કારની પસંદગીના નંબર લેવાનો જ આગ્રહ રાખે છે. આ માટે તેઓ લાખો રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર હોય છે. ફેન્સી અને VIP રજીસ્ટ્રેશન નંબર એ તમારી કારને બાકીના વાહનોથી અલગ બનાવવા માટે ખૂબ જ ટ્રેન્ડી રીત છે. આ કારણે કાર માલિકો વિવિધ કારણોસર ફેન્સી રજીસ્ટ્રેશન નંબર પસંદ કરે છે. ત્યારે મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH અને GJ36 AK તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ તથા GJ36 AL ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X GJ36 V તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૨૫/૦૫/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે આગામી તા.૨૫/૦૫/૨૦૨૪ થી તા.૨૭/૦૫/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૯/૦૫/૨૦૨૪ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!