Saturday, November 16, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં “ઈ-નિર્માણ પોર્ટલ” હેઠળ બાંઘકામ શ્રમિકોની ઓનલાઇન નોંઘણી શરૂ

મોરબી જીલ્લામાં “ઈ-નિર્માણ પોર્ટલ” હેઠળ બાંઘકામ શ્રમિકોની ઓનલાઇન નોંઘણી શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના અસંગઠીત ક્ષેત્ર સાથે સંકળાયેલા બાંઘકામ શ્રમિકોની ઓનલાઇન નોંઘણી ઇ-નિર્માણ પોર્ટલ દ્વારા કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી જે અનુસંઘાને મોરબી જીલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને મોરબી જીલ્લામાં બાંઘકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમીકો નજીકના CSC કોમન સર્વિસ સેન્ટર પર જરૂરી આઘાર પુરાવાઓ લઇને નોંઘણી કરાવી શકશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં હાલ આ નોંધણી અંગે ટ્રેનીંગ સેશન ચાલુ છે અને રવિવારથી જીલ્લામાં CSC કોમન સર્વિસ સેન્ટર ખાતે “ઇ-નિર્માણ પોર્ટલ” હેઠળ નોંઘણી શરૂ થનાર છે જેનો લાભ બાંઘકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો જેવા કે કડીયાકામ, ઇલેકટ્રીશન, પ્લમ્બર, બાંઘકામ છુટક મજુરી કરનાર વગેરે લઈ શકશે અને તેની નોંધણી મોરબી જીલ્લાના મુખ્ય કોમન સર્વિસ સેન્ટર ઉપર કરવામાં આવશે

જેમાં ચાવડા પ્રવિણભાઇ કુબેરભાઇ રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ પાસે ૮૪૬૦૦ ૭૬૬૪૩, વાઘેલા જીતેન્દ્રકુમાર રાજાભાઇ શકતશનાળા ૯૯૭૮૮૮ ૧૩૮૬, પિયુષભાઇ મહેતા અરિહંત મલ્ટી સર્વિસીસ સામાકાંઠે ૯૮૨૪૩ ૩૦૧૦૧, કશ્યપ ત્રિવેદી મોરબી ગેસ્ટ હાઉસ પાસે ૯૦૩૩૯ ૩૧૨૭૮, વિપુલભાઇ સરવાડીયા કર્મયોગી ઓનલાઇન નવા બસ સ્ટેશન પાસે ૯૮૨૯૮ ૭૦૨૭૮, જાદવ વિવેક રાજેશભાઇ જન સુવિઘા કેન્દ્ર , લક્ષ્મી પ્લાઝા ૮૧૪૧૩૪ ૬૦૪૪, પરમાર અમિતભાઇ હળવદ બસ સ્ટેશન પાસે ૯૯૨૫૬ ૫૮૧૧૩, પરમાર રાજુભાઇ દેવાભાઇ ચામુંડા કોમ્યુટર સરા રોડ ૮૬૯૦૧ ૭૩૭૩૬, કણઝારીયા હરજીવનભાઇ પુનાભાઇ હોનસીલા ઇન્ફોટેક ૫૬૭ સતવારા શેરી ૮૪૬૦૫ ૭૦૧૫૧, ખેર બનેસંગભાઇ વીરામભાઇ ઓનલાઇન સર્વિસ સરા ચોકડી હળવદ ૯૮૯૮૧ ૪૪૭૦૧, ભૌમિક યાજ્ઞિક એસએસ ઇન્ફોટય રસાલા રોડ વાંકાનેર ૯૭૨૩૫ ૧૭૩૦૦, ભાવિન મહેતા હાજી અલી ચેમ્બર વાંકાનેર પોલીસ સ્ટેશન પાસે ૯૪૨૬૨ ૨૫૦૬૩ ત્રિવેદી કૈશિકકુમાર રમણીકલાલ જીન્યસ કોમ્યુટર કલાસ ટંકારા ૯૮૨૫૬ ૩૧૨૩૩ અને હેમત મકવાણા ખાખરેચી ૯૮૯૮૧ ૪૧૪૬૩ ખાતે નામ નોંધણી કરાવી શકાશે

લાભાર્થીને આધાર કાર્ડ (પરિવારના તમામ સભ્યોના) રેશનકાર્ડ, બેંક પાસબુક, કેન્સલ ચેકની નકલ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, શ્રમિકે ૯૦ દિવસથી વધુ સમય સુધી બાંઘકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનો પુરાવો, વ્યવશાયનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર સાથે લઈને જવાનું છે અને નોંઘણી કરનાર શ્રમિકોને થોડા સમય બાદ જ હવેથી કાર્ડ આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!