ટંકારા નગરપાલિકા કાર્યરત થતાં વર્તમાન ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલની સદસ્યતા રદ થતા ચુંટણી જાહેરાત કરી હતી
ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે જાહેર થયેલ ઉમેદવારી તારીખે પુર્વ કારોબારી ચેરમેન અરવિંદભાઈ દુબરીયાએ વર્તમાન કારોબારી અધ્યક્ષ એડવોકેટ નોટરી અલ્પેશભાઈ દલસાણીયા હસ્તે ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી.
આ તકે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા,ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ દિનેશભાઈ ગડારા,અગ્રણી પ્રભુભાઈ કામરીયા, વસંતભાઈ માંડલિયા સહિતના તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.જો કે બપોરના બે વાગ્યા સુધી બીજું કોઈ ફોર્મ રજુ ન થતા આવતીકાલે સતાવાર રીતે બિનહરીફ જાહેર કરી વિધિવત રીતે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ની જાહેરાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન ઉપપ્રમુખ તરીકે હોદા ઉપર રહેલ ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ જે ટંકારા બેઠક પરથી ચૂંટણી લડી જીત્યા બાદ ટંકારા નગરપાલિકા બનતા નિયમોનું પાલન કરતા એમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. જેથી ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ માટે નવી ચુંટણી માટે પ્રકિયા હાથ ધરી હતી.