Sunday, May 5, 2024
HomeGujaratઓહો આશ્ચર્યમ ! મોરબીના ત્રાજપરમાં સરપંચ બનવા બાળકની જન્મ તારીખમાં ચેડાં કર્યા...

ઓહો આશ્ચર્યમ ! મોરબીના ત્રાજપરમાં સરપંચ બનવા બાળકની જન્મ તારીખમાં ચેડાં કર્યા હોવાની લેખિત ફરિયાદ કરાઈ

હરીફ ઉમેદવારે ભોપાળુ છતું કરી સંબંધિત ચૂંટણી તંત્ર અને જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી : પંચાયત રજીસ્ટર માં અને ફોર્મમાં દર્શાવેલ તારીખ માં ફેરફાર હોવાની લેખિત ફરિયાદ

- Advertisement -
- Advertisement -

ચાર-ચાર સંતાનો ધરાવતા ઉમેદવારે સૌથી નાના સંતાનની તારીખમાં ઘાલમેલ કર્યાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત માં લેખિત રજુઆત

મોરબીની ભાગોળે આવેલા ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું મોભાદાર પદ મેળવવા ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારને ચાર – ચાર સંતાનો હોવા ઉપરાંત ચૂંટણીપંચની જોગવાઈ મુજબ ૨૦૦૫ પછી સંતાનનો જન્મ ન થયો હોવો જોઈએ તેવા નિયમનો ઉલાળીયો કરી છેલ્લા એટલે કે ચોથા નંબરના સંતાનની જન્મ તારીખમાં ઘાલમેલ કરી હોવાના આરોપ સાથે હરીફ ઉમેદવારે સંબંધિત ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઉમેદવારી પત્રમાં ચાર સંતાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમના ચોથા નંબરના પુત્ર જયરાજભાઈનો જન્મ ૨૦૦૪માં થયો હોવાનું દર્શાવ્યું છે જે સદંતર પણે ખોટું હોવાનું તેમના હરીફ સરપંચ પદના ઉમેદવાર જશુબેન પરસોતમભાઈ સાબરીયાએ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત કચેરીના સંબંધિત અધિકારી સમક્ષ લેખિત રજુઆતમાં જણાવ્યું છે.

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનાર જયંતીભાઈ માધુભાઈ વરાણીયાને કુલ ૪ (ચાર) સંતાનો છે તેમજ તે અન્વયે એક બાળકનો જન્મ સને ૨૦૦૫ ની સાલ બાદ થયેલ હોવાનું જણાવી ગુજરાત પંચાયત એકટ – ૧૯૯૩ની કલમ ૩૦ (એમ) મુજબ જો કોઈ વ્યકિતને બે કરતા વધારે બાળકો હોય તો તે પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ગેરલાયક ગણાશે. પરંતુ જો કોઈ વ્યકિતને બે કરતા વધારે બાળકો તારીખ ૦૪–૦૮–૨૦૦૫ પહેલાના હશે તો તે ગેરલાયક બનશે નહી વધારે બાળકોનો જન્મ એક વર્ષની અંદર થયેલ હશે તો તે વિચારણામાં લેવામાં આવશે નહી (તારીખ ૦૩-૦૮-૨૦૦૬ સુધીમાં) વધુમાં જો ૧ અથવા વધારે બાળકો તારીખ ૦૩-૦૮-૨૦૦૬ પછી જન્મેલ હશે તો તે વ્યકિત ગેરલાયક બનશે. તેના નિયમોની ઝેરોક્ષ પણ સાથે સામેલ કરી ઉમેદવારે રજુ કરેલ ફોર્મની નકલ પણ રજુઆત સાથે જોડવામાં આવી છે.

આ સંજોગોમાં જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ ઉમેદવારી ફોર્મમાં ખોટી હકીકત દર્શાવેલ હોવાથી કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવતા ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે અને ચોંકાવનારી રજૂઆતને પગલે સંબંધિત તંત્ર પણ તપાસ માટે દોડતું થયું હોવાની વિગતો સાંપડી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલ સરપંચ બનવા હોડ ઉપડી છે ત્યારે સરપંચ બનવા ની લ્હાયમાં આવા ખોટા પુરાવાઓ રજૂ કરનાર સામે તંત્ર અમે ચૂંટણી અધિકારીઓ શુ કોઈ કાર્યવાહી કરશે એ મોટો પ્રશ્ન ઉભો થયો છે જો કોઈ સામન્ય વ્યક્તિ આવી ભૂલ કરે તો તેની વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૬૭,૪૬૮,૧૨૦બી અને તંત્રને ગેરમાર્ગે દોરી પુરાવાઓ સાથે ચેડાં કર્યાનો ગુનો અધિકારીઓ નોંધવતા હોય છે ત્યારે આ ચકચારી ચેડાં પ્રકરણમાં આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ ? એ જોવું રહ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!