ટંકારા તાલુકા ખાતે ઓપન ટંકારા કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યે સરદાર પટેલ વિદ્યાલય દયાનંદ નગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનારે રજીસ્ટ્રેશન કરી રૂ. ૨૫૦ ભરી સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. જેમાં કોઈ એક ટંકારા તાલુકા કૂકિંગ ક્વીન કે કિંગ બનશે. જેને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે….
ટંકારા તાલુકા ખાતે ઓપન કુકિંગ (રસોઈ) સ્પર્ધા 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રસોઈમાં રસ ધરાવતા હોય એમના ઘર આંગણે સુવર્ણ તક સામે આવી છે. જે સ્પર્ધામાં ઘરેથી જ તમને ગમતી વાનગી 500 ગ્રામ જેટલી બનાવીને લાવવાની રહેશે. ટંકારાના સરદાર પટેલ વિદ્યાલય દયાનંદ નગર ખાતે તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે યોજવામાં આવશે. જેમાં ભાગ લેનારે ૨૫૦ ફી સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ભાગ લેનારને તમામ સ્પર્ધકોને સટિફિકેટ આપી સન્માનિત કરાશે. તેમજ શ્રેષ્ઠ વાનગી બનાવનારને 1st, 2st અને 3rd નંબર આપી સિલ્ટ આપી સન્માનિત કરાશે. જેમાં કોઈ એક ઓપન ટંકારા તાલુકા કુકિંગ ક્વીન કે કિંગ બનશે. જેમાં રસ ધરાવતાએ વહેલા તે પહેલાં 7069309709, 9879765651 અને 96018 95135 પર સંપર્ક કરી માહિતી મેળવી શકશે. તેમ આયોજકોએ જણાવ્યું છે.