આરોગ્ય માટે ખતરનાક કચરો ઠાલવતા તબીબો સામે કડક પગલા લેવા માંગ. જીપીસીબી બોર્ડ માત્ર નોટીસ ફટકારી સબ સલામત હોવાનો પોકળો દાવો કરે છે.
હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો દ્વારા પ્રજા માટે હાનિકારક હોય તેવો જૈવિક કચરાનો નિકાલ ખુલ્લેઆમ કરાય છે .તો આવા ડોક્ટરો સામે પગલા લેવા લોક માગણી ઉઠવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ હળવદ તથા ગ્રામ્ય વિસ્તારમાં સરકાર માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો છે ત્યારે અન્ય બોગસ ડિગ્રી તથા અન્ય ફેકલ્ટીમાં ડોક્ટર થયેલા તબીબો એલોપેથીક પ્રેક્ટિસ ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ કરી રહ્યા છે. તદુપરાંત અમુક ડોક્ટરો પ્રસૂતિ પણ કરાવે છે. જે વિશે તેમના માં આવતો નથી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ માટેનું રજિસ્ટ્રેશન અમુક જ ડોક્ટરો જ કરાવેલ છે. જ્યારે ડોક્ટરો અને અનય સંચાલકો બાયોમેડિકલ વેસ્ટનો પોતપોતાની રીતે નિકાલ કરતા હોય છે. આવા તબીબો સામે તંત્ર કેમ પગલાં ભરતું નથી. જે તબીબો એ બાયો મેડિકલ વેસ્ટ નું રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેઓ ત્યાં જઈને ચેકિંગના બહાને ખોટા હેરાન કરે છે. પ્રશ્ન એ થાય છે કે ડિગ્રી વગરના બોગસ ડોક્ટર જે પ્રેક્ટિસ કરે છે. એમને ત્યાં રોજ નો સેંકડો બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આવા તબીબો જૈવિક કચરો ખુલ્લા પ્લોટમાં તેમજ તળાવ નદી કે જાહેર રોડ પર ફેંકીને પ્રદૂષણ ફેલાવે છે. આ કચરો ક્યાં જાય છે? તેની સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દરકાર કરાતી નથી .અગાઉ જીપીસીબી બોર્ડ દ્વારા અમુક ને નોટિસ પાઠવી સબ સલામત હોવાનો પોકળો દાવો કર્યો હતો. ત્યારે આવા જૈવિક કચરાનો ખુલ્લેઆમ નિકાલ કરતા બોગસ ડોક્ટરો અને હોસ્પિટલ સામે આરોગ્ય ખાતા દ્વારા હળવદ પંથકમાં સધન, તટસ્થ તપાસ, થાય તો બાયોમેડીકલ વેસ્ટનું રિસાઇકલિંગ નું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે. આરોગ્યતંત્ર દ્વારા પગલાં લેવાશે. તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.