આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 41 વર્ષથી યોજાતી “ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા” નું ભવ્ય આયોજન આગામી 76માં પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. 25-1-2025, શનિવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ ગરબી ચોક, લક્ષ્મીનારાયણ સોસાયટી, ટંકારા ખાતે રાત્રે 8:00 વાગ્યે યોજવાનુ નક્કી કર્યું છે.
આગામી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને પોંખીને સૂર અને શબ્દનાં સથવારે અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના નરબંકા શહિદોને આઝાદીના આંદોલન માં આપેલ સહાદત યાદ કરી આર્યવીર દળ ટંકારા દ્વારા સ્પર્ધા માટે તમામ તાલુકા વાસીને આમંત્રણ પાઠવ્યું છે સાથે માર્ગદર્શિકા સાથે ફોમ વિતરણ શરૂ કર્યું છે જે ભાગલેવા ઈચ્છતા સ્પર્ધકોને આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા ખાતે મળી જશે.