સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈ મોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે. ત્યારે આજે મોરબી ફાયર વિભાગની ટીમે બે સ્થળોએ લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબી ફાયર વિભાગને આજના દિવસમાં બે સ્થળોએ આગ લાગી હોવા અંગે ટેલિફોની માહિતી મળી હતી. જેને લઈ તેઓએ તાત્કાલિક ઘટના સ્થળોએ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રથમ બનાવમાં, ફાયર વિભાગના કોલ સેન્ટરમાં ફોન આવ્યો હતો કે, વિરપારદ ગામની સીમમાં આગ લાગી છે. જે માહિતી મહતા ફાયરની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર જવા રવાના થઈ હતી. અને સ્થળ પર જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર મહામહેનત બાદ કાબુ મેળવ્યો હતો. જયારે બીજા બનાવમાં ફાયર વિભાગને ટેલિફોનિક માહિતી મળી હતી કે, વાંકાનેરના મોટા ભોજપરા ગામે વધુ એક આગજનીની ઘટના બની છે. જેને લઈ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે ફાયર વિભાગની આ બંને કામગીરીને લઈ લોકોએ ફાયર ફાઇટરોની કામગીરીની પ્રશંસા કરી તેઓની કામગીરી બિરદાવી હતી.