Monday, January 6, 2025
HomeGujaratરાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત મોરબી જિલ્લામાં શાળા છોડી ચૂકેલ છાત્રો માટે ફરી...

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત મોરબી જિલ્લામાં શાળા છોડી ચૂકેલ છાત્રો માટે ફરી શિક્ષણ મેળવવાની તક, સર્વે હાથ ધરાયો

મોરબી : રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોથી લઈ વૃદ્ધ તમામને શિક્ષણ મેળવવાનો પૂર્ણ અધિકાર આપવામા આવ્યો છે અને તેંને અનુલક્ષીને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવાય છે તો સમયાંતરે સર્વે કામગીરી, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિતના કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. હાલ મોરબી જિલ્લામાં અદ્ધ વચ્ચે શાળા છોડી ગયેલા છાત્રોને ફરીવાર અભ્યાસ શરુ કરાવવા સર્વેની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શનમાં મુકેશભાઈ ડાભી એસ.ટી.પી.કો.ઓર્ડીનેટરની દેખરેખ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના 5 બીઆરસી અને 54 સીઆરસીના મોનીટરીંગ હેઠળ જિલ્લાની 596 પ્રાથમિક શાળાના આચાર્યોની દેખરેખમાં શહેરી વિસ્તારોમાં આવેલા ઝૂંપડાઓ, જાહેર માર્ગો પર રહેતા ગરીબ વિસ્તાર, સ્લમ વિસ્તાર,સીરામીક કે અન્ય ઔધોગિક વિસ્તાર અને કન્સ્ટ્રકશન સાઇટ સહિતના વિસ્તારોમાં ઉપરાંત પ્રાથમિક શાળામાં અભ્યાસ અધુરો મૂકી કોઈના કોઈ કારણસર અભ્યાસ પડતો મૂકી દીધો હોય તેવા છાત્રોનો સર્વે કરવામા આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં આ સર્વેની કામગીરી ગત 14 ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે.જે આગામી 9 જાન્યુઆરી સુધી ચાલશે.

આ સર્વેનો રિપોર્ટ બીઆરસી, સીઆરસી દ્વારા ચકાસણી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂ કરવામાં આવશે .જે બાદ રાજય સરકારના શિક્ષણ વિભાગને રિપોર્ટ રજૂ કરવામાં આવશે.આ બાદ સરકાર દ્વારા ભવિષ્યમાં સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવે તેના થકી આગળ કાર્યવાહી થશે જેંમાં અને આવા બાળકો માટે એસ.ટી.પી.વર્ગો શરૂ કરવામાં આવે છે બાર માસ કે ચોવીસ માસ સુધી એસ.ટી.પી. વર્ગોમાં શિક્ષણ મેળવી લીધા બાદ બાજુની શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સાથે પરીક્ષા લઈ મેઈન સ્ટ્રીમ કરી શાળામાં ઉંમર પ્રમાણેના વર્ગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

કોઈ બાળક અભ્યાસ વિના રહી ન જાય તે જોવાની સૌની જવાબદારી

ગરીબીના લીધે દીકરીઓને કામ માટે શાળાથી વંચિત રાખવામાં આવે છે,નાના ભાઈ બહેનની સાર સંભાળ રાખવા માટે તેમજ ધંધા કારણે વાલીઓ સાથે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય વગેરે કારણોસર ઘણાં બધા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે આવા બાળકોનું સર્વે કરવામાં આવે છે.જ્યાં પણ આવા શાળા બહારના બાળકો જોવા મળે તો જે તે તાલુકાના બી.આર.સી.ભવનમાં અથવા ટોલ ફ્રી નંબર 18002333967 પર સંપર્ક કરવા બી.એમ સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!