Monday, December 23, 2024
HomeGujaratમાલદીવના મંત્રીઓના નિવેદનોનો વિરોધ: મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો...

માલદીવના મંત્રીઓના નિવેદનોનો વિરોધ: મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો નિર્ણય:લક્ષદ્વીપ માટે અપાશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

માલદિવમાં ટૂંક સમય પહેલાં સરકાર બદલાઈ છે. અને આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. માલદિવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં નિર્ણય નવી સરકારે કર્યો છે. તેમજ માલદિવના રાષ્ટ્રપ્રમુખે ભારત વિરોધી ગતિવિધિ કરતા દેશો સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું છે જેથી ભારતને નુકસાન પહોંચાડી શકાય ત્યારે મોરબી ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશને માલદીવના બુકિંગ નહિ કરવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા લક્ષદ્વિપની મુલાકાતે ગયા હતા. જેના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદિવના અમુક રાજનેતા અને સરકારના પદાધિકારીઓને ગમી ન હતી. જેથી ત્યાંના 3 મંત્રીઓએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રીએ સોશિયલ મીડિયામાં એક ફોટો મુકી ને ભારત તેમજ ભારતના નાગરિકોની ખરાબ મજાક કરી હતી. જે ભારતને ખરાબ ચિતરવાની બાબતોનો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક સભ્યોએ વિરોધ કર્યો હતો. તેમજ ગઈ કાલથી સોશીયલ મીડિયામાં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે સ્તઅભિયાનને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ એજન્ટ માલદીવનું બુકિંગ કરશે નહિ. તદુપરાંત લક્ષદ્વિપ અને અંદામાન – નિકોબારના બુકિંગ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપી દેશના જ બીચ ટુરિઝમને પ્રમોટ કરશે તેવો નિર્ણય સર્વે એજન્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!