ગુજરાત સરકારનું સમાજ સુરક્ષા ખાતુ, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવ્યું હતું. દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ કેમ્પસમાં ઉધોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 30 દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર, શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ખાતે તારીખ:- 10 થી 21 ડિસેમ્બર એમ 12 દિવસ સુધી દિવ્યાંગજનો માટે ઉધોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 30 દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. છેવાડાના વિસ્તાર એવા હળવદ તાલુકાના દિવ્યાંગ ભાઈ બહેનોને સરકારની રોજગારી અને સ્વરોજગારી માટેની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ ત્યારે દિવ્યાંગજનોને રોજગારીલક્ષી અને ઉધોગોલક્ષી માહિતી અને યોજનાઓનો જાણકારીનો અભાવ હોય તેઓ સંપૂર્ણ શિક્ષિતના હોવાના કારણે આજના કોમ્પ્યુટર યુગમાં યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. તેથી કાર્યક્રમમાં દિવ્યાંગોને અલગ અલગ કંપનીની રૂબરૂ મુલાકાત કરાવીને વાસ્તવિક ઔધોગિક જ્ઞાન પૂરું પાડ્યું હતું જેના કારણે સંસ્થા દ્વારા યોજાયેલ તાલીમ કાર્યક્રમ દિવ્યાંગજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. સાથે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા યોજનાઓનો લાભ આપવા માટે મદદરૂપ થવા અલગ અલગ તજજ્ઞો દ્વારા સચોટ માગદર્શન સાથે વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડનાં એસ.પી રાજદીપસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી સિંધવ અને તાલુકા પંચાયત હળવદ કારોબારી ચેરમેન મનસુખભાઇ કણઝરીયા, APMC હળવદના સેક્રેટરી મહેશભાઇ પટેલ,પાટિયા ગ્રુપના ધર્મેશભાઈ શાહ, માર્કેટિંગના તજજ્ઞો રમેશભાઈ મોરી, પ્રફુલભાઇ પટેલ તેમજ હળવદના અગ્રણી ઉધોગપતિ નરભેરામભાઇ અઘારા, તેમજ મોટીવેશનલ સ્પીકર રામજીભાઇ સોનગ્રા, બૅન્કિંગ અને તમામ પ્રકારની લોનના નિલેષભાઈ મહેતા,નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક મંત્રી જીતેન્દ્રભાઈ જોશી, નવજીવન વિકલાંગ સેવાશ્રયના ડાયરેક્ટર વિશાલભાઈ જોશી, જયેશભાઇ રંગાડીયા, બળવંતભાઈ જોશી નિષ્ણાત સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં આ સફળતમ આયોજન કરાયું હતું. અને દિવ્યાંગોનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. દિવ્યાંગજનોએ આ કાર્યક્રમને સહર્ષ વધાવ્યો હતો તેમજ સમસ્ત કાર્યકર-મિત્રોએ વ્યવસ્થા સાંભળીને આ રોજગારલક્ષી સેમિનારને સફળને પરિણામલક્ષી બનાવેલ હતું. તેમ આયોજકોએ જણાવેલ.