રામ ભગવાન સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું આયોજન કચ્છના નખત્રાણાના આંગણે કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના સ્વમુખેથી રામકથાનું રસપાન થશે. રામ કથા અન્વયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આગામી તા.22-04-2023 ના રોજ નખત્રાણા-કોટડા હાઇવે, નખત્રાણા-કચ્છ ખાતે ભવ્ય રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના સ્વમુખેથી રામકથાનું લોકોને રસપાન કરાવશે. જેમાં સૌ કોઈ જાહેર જનતાને હાજર રહેવા શ્રી રામકથા આયોજન સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઇ લખમશીભાઇ ચાવડા મહામંત્રી નિમિત માત્ર બન્યા હતા. જયારે રામ કથા અન્વયે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૩-૪-૨૦૨૩ને રવીવારે રાત્રે ૯-૦૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં હેમંતભાઇ ચૌહાણ, લલીતાબેન ઘોડાદ્રા, મોરારદાન ગઢવી અને કાન્તીભાઇ વઢીયારી લોકોને મંત્રમુકધ કરશે. તેમજ તા. ૨૪-૪-૨૦૨૩ને સોમવારે દેવરાજ ગઢવી (નાનો ડેરો), રાજભા ગઢવી, બીરજુભાઇ બારોટ, રમેશભાઇ જોષી દ્વારા ડાયરો/સંતવાણી રાત્રે ૯-૦૦ કલાકે ગવાશે. જેમાં સંગીત અક્ષય જાની પૂરું પાડશે. તેમજ તા. ૨૫-૪-૨૦૨૩ને મંગળવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર તરીકે મયુરભાઇ દવે, નારાયણ ઠાકર, જયદેવ ગુંસાઇ, અલ્પા પટેલ, પીયુષભાઇ મારાજ ઉપસ્થિત રહેશે. જેમના સુરમાં અક્ષય જાની સંગીત ભરશે. જયારે તા. ૨૬-૪-૨૦૨૩, બુધવારના રોજ ઉમેશ બારોટ, ગીતાબેન રબારી, કિંજલબેન દવે, અનિરૂધ્ધ આહીર નંદલાલ છાંગા, રમેશભાઇ જોષી ગીતો જઈ રાત્રે ૯-૦૦ કલાકે જાહેર જનતાને રાસ ગરબે ઝુમાવશે જેમાં સંગીત મયુર સોની પૂરું પાડશે. તેમજ તા. ૨૭-૪-૨૦૨૩ને ગુરૂવાર રાત્રે ૭-૩૦ કલાકે કવિ સંમેલનનું આયોજન કરાયું છે. તેમજ તા. ૨૭-૪-૨૦૨૩,ને ગુરૂવારના રોજ ડાચરો અને સંતવાણીનું રાત્રે ૯-૦૦ કલાકે આયોજન કરાયું છે. જેમાં કિર્તિદાનભાઇ ગઢવી, માયાભાઇ આહીર, નિલેશભાઇ ગઢવી અને ઉર્વિશીબેન રાદડીયા કલાકાર તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ તા. ૨૮-૪-૨૦૨૩ને શુક્રવારે રાત્રે ૭-૩૦ કલાકે પંકજ ઝાલા લીખીત-દિગ્દર્શીત અભિનીત “વતન મેં લી સાંસ” ક્રાંતીગુરૂ શ્યામજીકૃષ્ણ વર્માના જીવન પર આધારીત નાટ્ય પ્રયોગ રજુ કરાશે. અને તે બાદ રાત્રે ૯-૦૦ કલાકે જીગ્નેશ કવીરાજ, ઘનશ્યામભાઇ ઝુલા, બાબુભાઇ આહીર, સોનલબેન સંઘાર, અલવીરાબેન મીરની ઉપસ્થિતિમાં રાસ-ગરબાનું આયોજન કરાયું છે. જેમાં અક્ષય જાની સંગીત પૂરું પાડશે. જયારે તા.૨૯-૪-૨૦૨૩ને શનીવારના રોજ હરીભાઇ ગઢવી, રામદાસ ગોંડલીયા ગોપાલભાઇ સાધુ પુનમબેન ગોંડલીયા રાજેશભાઇ ગઢવી રાત્રે ૯-૦૦ કલાકે સંતવાણી સંભળાવશે.