ગુજરાત સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ગીતાના શ્લોકોનો સમાવેશ કર્યા બાદ હવે મરજિયાત રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં સૂર્ય નમસ્કારની સમજણ આવે અને તેના જીવનનો ભાગ બનાવે તે માટે સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. જો કે શાળાઓમાં સૂર્ય નમસ્કારથી મોટાભાગે વિદ્યાર્થીઓ વાકેફ હોતા નથી, ત્યારે સ્પર્ધાને કારણે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓ માટેની શહેરી અને જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે મોરબીની શ્રી વીડી જાંબુડિયા પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 23/24નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ કાંજીયા ચંદ્રેશભાઇ તેમજ ભૂત પૂર્વ સરપંચ કાજીયા દિનેશભાઈ અને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 થી વધારે ઉમરના વ્યક્તિઓનું સૂર્ય નમસ્કારનું શાળાના નોડલ શિક્ષક બારૈયા અનિલભાઈ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અને તબક્કાવાર સારા સૂર્ય નમસ્કાર કરનાર દરેક તબક્કામાંથી પ્રથમ નંબર આપવામાં આવેલ અને પ્રથમ નંબર આવેલ તમામને ગામના સરપંચ અને ભૂત પૂર્વ સરપંચ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ખોખલ ચેતનાબેન અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્યો છે.