મોરબીમાં એક શાળા એવી છે કે જે સતત આઠ વર્ષથી નાતાલના પર્વને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવે છે. અહીં પાશ્ચાત્ય નહીં, ભારતીય સંસ્કૃતિના અનુરૂપ 25 ડિસેમ્બરની ઉજવણી થાય છે. શાળામાં ક્રિસ્મસ નહિ પરંતુ તુલસી દિવસ ઉજવવામાં આવે છે.
સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આગામી 25મી ડિસેમ્બર નાતાલની ઉજવણી તુલસી દિવસના રૂપે કરાશે. શાળા દ્વારા આંઠમો તુલસી દિવસ ઉજવાશે. તા.25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે. જેમાં તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન અર્પણ, ઇન્સ્ટાગ્રામ અવેર્નેશ, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન, આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ વગેરે કાર્યક્રમો યોજાશે. ત્યારે કાર્યક્રમને લઈ મોરબીની જનતાને શાળા સંચાલકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.