Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબીના ઉંચી માંડલ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

શાળાઓમાં વેકેશન પાડવાનું હોવાથી વેકેશન દરમિયાન મોરબી શહેરની જુદી જુદી બ્લડ બેંકોમાં લોહીની ખૂબ જ અછત સર્જાય છે. જેથી મોરબીના ઉંચી માંડલ ગામે એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી.

- Advertisement -
- Advertisement -

એચ.એલ. સોમાણી ફાઊન્ડેશન અને હેલ્પએજ ઈન્ડિયા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરતા 40 બોટલ રક્ત એકત્ર થયું હતું. ઉનાળાની શરૃઆતમાં જ સરકારી હોસ્પિટલોમાં આવેલી જુદી જુદી બ્લડ બેંકોમાં લોહીની તીવ્ર અછત વરતાઈ રહી છે. ગરમીને કારણે સ્વૈચ્છિક રક્તદાન તો ઘટે જ છે. પરંતુ બીજી બાજુ બ્લડ ડોનેશન કેમ્પને કારણે છેલ્લા કેટલાક સમયથી સરકારી હોસ્પિટલોની બ્લડ બેંકો અને રેડક્રોસ વચ્ચેની ખેંચતાણ પણ લોહીની અછત માટે જવાબદાર છે. વસ્તુને ધ્યાને લઇ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકોર્ડ સિરામીકના માલીક નરભેરામભાઈ સરડવા, મેગા સિટીના માલીક પ્રકાશભાઈ કાનેટીવા, ઉંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર, ઉંચી માંડલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ધનજીભાઈ કુંડારીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેન, 108 ટીમના હનીફભાઈ, હેલ્પએજ ઈન્ડિયાના સ્ટાફ અને ગામના સરપંચ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્લડ ડોનેટ કરવા માટે આવનાર બ્લડ ડૉનેટરો માટે ચા-નાસ્તો અને બિસ્કિટ અને પૌવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોનરોને સિવિલ બ્લડ બેંક તરફથી સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!