મચ્છુ-૧ સિંચાઈ યોજનાની કમાન્ડ વિસ્તારમાં ચોમાસામાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨, લાલબાગ, મોરબી ખાતે આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ – સિચાઈ પેટા વિભાગ, મોરબીનાં જણાવ્યા અનુસાર, મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામો હડમતીયા ગ્રામ પંચાયત, ઘુનડા(સ.) ગ્રામ પંચાયત, સજનપર ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા ગત તા૦૨/૦૯/૨૦૨૩ ના રોજ રૂબરૂ આવેદન પત્ર અને વાંકાનેર શહેર–તાલુકા કોંગ્રેસ સમિતિના દ્વારા ગત તા.૦૧/૦૯/૨૦૨૩ના રોજ નાયબ કલેકટર, વાંકાનેરને રૂબરૂ આવેદન પત્ર તથા સદસ્ય જીલ્લા પંચાયત મોરબી દ્વારા ગત તા.૩૧/૦૮/૨૦૨૩ ના રોજ રૂબરૂ આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતા. જે અન્વયે કમાન્ડ વિસ્તારમાં ઓગસ્ટમાં ઓછો વરસાદ પડ્યો હોય, ઉભા પાકને બચાવવા માટે મચ્છુ-૧ ના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને પિયત કરવા માટે મચ્છુ-૧ સિંચાઈ યોજનામાંથી તાત્કાલિક પાણી છોડવા રજુવાત કરેલ હતી. જે અન્વયે સિંચાઈ માટે, હાલ ઉપલબ્ધ પાણીના જથ્થા સામે, નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામો માટેની માંગણી વિષે અધ્યક્ષ અને કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ મોરબી અધ્યક્ષ પણા નિચે ચર્ચા વિચરાણા તથા આયોજન નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨, લાલબાગ, મોરબી ખાતે આવતીકાલે કરવામાં આવ્યું છે.