મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ જીલ્લામાં ગ્રાહકો સાથે થતા અન્યાય સામે પોતાનું માર્ગદર્શન પૂરું પાડી ગ્રાહક તકરાર આયોગ મારફત ઘણા ગ્રાહકોને યોગ્ય ન્યાય અપાવ્યો છે, ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ છેલ્લા પચીસ વર્ષથી ‘જાગો ગ્રાહક જાગો’ વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમીતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરેલ છે. જે સેમિનારનું આગામી ૨૧ માર્ચના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દશાશ્રીમાળી વણિક ભોજનશાળા જુના બસ સ્ટેન્ડ નજીક, બેંક ઓફ બરોડા મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર અંતર્ગત કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણીક વેપારી, સામાજીક કાર્યકરોને એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવશે.
ગ્રાહક જાગૃતિ સેમિનાર કાર્યક્રમનું ઉદ્દઘાટન પી.સી.રાવલ સાહેબ(ન્યાય મૂર્તિ-રાજકોટ જી. ગ્રા. તકરાર નિવારણ કમીશન દ્વારા કરવામાં આવશે. સેમિનારના પ્રમુખ સ્થાને રમાબેન માવાણી (પૂર્વ સાંસદ અને પ્રમુખ ગ્રા.સુ.મંડળ રાજકોટ) તથા આ સેમિનારના મુખ્ય મહેમાનો એચ.એસ.દવેસાહેબ(સહ ન્યાયમૂર્તિ મોરબી જી. ગ્રાહક તકરાર નિવારણ કમીશન), એન.એચ.મહેતાસાહેબ (મામલતદાર મોરબી તાલુકા), જે.આર.વાળાસાહેબ(મામલતદાર મોરબી શહેર), એસ.આર.વર્માસાહેબ(જીલ્લા પુરવઠા અધિ.), નિર્મલભાઈ ઝારીયા(બીલ્ડર અગ્રગણ્ય), ઘનશ્યામસિંહ એસ. ઝાલા(પ્રમુખ નારયણ સેવા સંસ્થા-મોરબી-રાજકોટ), મુકેશભાઈ ઉધરેજા(પુર્વ ઉપપ્રમુખ સીરા. એશો.), સવજીભાઇ કાલરીયા(ઉધોગપતિ), ત્યારે આ સેમિનારના અતીથી વિશેષમાં હેમરાજભાઈ ભાલોડીયા(ડીરેકટર રાજકોટ ના.બેંક), દિલીપભાઇ એસ. ભટ્ટ(ડીરેકટર રાજકોટ ના. બેંક), રંજનબેન ચૌહાણ (પ્રમુખ ગ્રા.સુ. કચ્છ), શરદભાઇ સંપટ (પ્રમુખ મહિલા પ્રગતિ મંડળ-મોરબી)
જયારે સેમિનારમાં સ્થાનિક આમંત્રીત મહેમાનોમાં સબીરભાઇ શેઠ(કે.બી.બેકરી), કિશોરભાઈ રાણપરા(સમ્રાટ જવેલર્સ મોરબી), બીપીનભાઇ આડેસરા(નુપુર જવેલર્સ મોરબી), ડો.બી.કે.લહેરૂ(પ્રમુખ સીનીયર સીટીજન), મહેશભાઇ ભટ્ટ(બ્રહ્મ સમાજ અગ્રગણ્ય), જે. કે. રાવલ(નિવૃત બેંક મેનેજર), ગીરધરભાઈ કે. જોષી (બ્રહ્મ સમાજ અગ્રગણ્ય)
ઉપરોક્ત સેમિનારના નિમંત્રક લાલજીભાઇ મહેતા(પ્રમુખ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી), બળવંતભાઈ એલ.ભટ્ટ(મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના ઉપપ્રમુખ), હીતેષભાઇ એલ.મહેતા(મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સેક્રેટરી), રામભાઇ એલ.મહેતા(મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી) દ્વારા આ સેમિનારમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા સેમિનારમાં પધારેલ તમામ સાથે ભોજન લઈને કાર્યક્રમનું વિસર્જન કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.