15મીમાર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઊજવાય છે, પણ હકીકતમાં ઘણા ભણેલા-ગણેલા લોકો ગ્રાહકોને મળનારા અધિકારીઓ પ્રત્યે જાગ્રત હોતા નથી. જેને લઈ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “વિશ્વ ગ્રાહક દિન“ નિમિતે “ગ્રાહક જાગૃતિ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના આદેશ અનુસાર મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી “વિશ્વ ગ્રાહક દિન” સપ્તાહ નિમિતે “ ગ્રાહક જાગૃતિ સેમિનાર ”નું આગામી તા.૧૬/ ૦૩ / ૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે – ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી દશા શ્રીમાળીની વણિક ભોજન શાળા બેન્ક ઓફ બરોડા સામે જૂના બસ સ્ટેન્ડ રોડ – મોરબી ખાતે આયોજન કરવામાં આવે છે. તેમાં ગ્રાહકોના હક અને હિત તથા પ્રશ્નોનું નિરાકરણ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારી તેમજ સામાજિક કાર્યકરોનું એવોર્ડ અર્પણ કરી તેનું સન્માન પણ કરવામાં આવે છે. ત્યારે જાહેર જનતાને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સંચાલકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવશે. તેમજ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળનાં પૂર્વ સાંસદ / પ્રમુખ રમાબેન માવાણી ઉપસ્થિત રહેશે.