વાંકાનેર પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે ચીત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-૧ થી ધોરણ-૭ સુધીના આશરે ૩૬ જેટલા બાળકોએ ચીત્રસ્પર્ધાનો લાભ લીધો હતો.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ વાંકાનેર પોલીસ લાઇન ખાતે પોલીસ પરીવારના બાળકોનો સર્વાગી વિકાસ થાય અને બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય તથા અભ્યાસની પ્રવ્રુતીઓમાં વધારો થાય તે માટે વાંકાનેર પોલીસ લાઇન ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે ચીત્રસ્પર્ધાનું આયોજન કરવાની સુચના કરવામાં આવી હતી. જેથી ગઈકાલે તા.૧૫/૦૭/૨૦૨૪ ના વાંકાનેર પોલીસ લાઇન ખાતે ચીત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને ધોરણ-૧ થી ધોરણ-૭ સુધીના આશરે ૩૬ જેટલા બાળકોએ ચીત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ-૧ થી ધોરણ-૩ માં અભ્યાસ કરતા બાળકોને ૧ થી ૩ સુધીના વીજેતા નંબર આપી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યો હતો અને ધોરણ-૪ થી ધોરણ-૫ માં અભ્યાસ કરતા બાળકોને ૧ થી ૩ સુધીના વીજેતા નંબર આપી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ ધોરણ-૬ થી ધોરણ-૭ માં અભ્યાસ કરતા બાળકોને ૧ થી ૩ સુધીના વીજેતા નંબર આપી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. પોલીસ લાઇનના તમામ બાળકો કે જેઓએ ચીત્રસ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેઓને ચીત્રસ્પર્ધા પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટની ભેટ આપવામાં આવેલ હતી અને ચીત્રસ્પર્ધા પુર્ણ થયે તમામ બાળકોને નાશતો કરાવવામાં આવ્યો હતો.