લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે હેલ્થ એંડ વેલનેસ સેન્ટર જોધપર (નદી) બી. એડ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મળતી માહિતી અનુસાર, લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે મેડમ અને ડો.દીપક બાવરવા (EMO)ની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર (MPHS) દીપકભાઈ વ્યાસ, (FHS) ગીતાબેન ત્રિવેદી, કોમ્યૂનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદભાઈ એમ., ફીમેલ હેલ્થ વર્કર સાહિસ્તાબેન દેકાવડીયા તથા પ્રિન્સિપલ રજનીશ એચ. બરાસરા તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.