મોરબીના શનાળા રોડ ખાતે આવેલ વિઝન આંખની હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિઝન હોસ્પિટલના ૧૨ વર્ષથી વધુ સમયથી અનુભવ ધરાવતા ડોકટર દ્વારા ચામડીના રોગના નિષ્ણાત, આંખના રોગના નિષ્ણાત અને બાળરોગના નિષ્ણાત દ્વારા તા. ૧૭/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી મેગા કેમ્પ યોજવામાં આવશે. જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીના સનાળા રોડ, ડૉ. રૂપાલા સાહેબની હોસ્પિટલ સામે નક્ષત્ર હાઈટ્સ ખાતે આવેલ વિઝન આંખની હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફ્રી નિદાન મેગા કેમ્પમાં ચામડીના રોગના નિષ્ણાત ડૉ. જિજ્ઞાસા એમ.પનારા ચામડીના તમામ પ્રકારના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરીયાસીસ, ખીલ, શીળસ, એલર્જી, ગૂમડાં જેવા વગેરે રોગોનું નિદાન તથા સારવાર આપશે, આંખના રોગના નિષ્ણાંત ડૉ. મેહુલ પનારા તેમજ અમીધારા બાળકોની હોસ્પિટલના ડૉ. અમિત એમ. બોડા નવજાત શિશુ તથા બાળ રોગના નિષ્ણાંત નિદાન કરશે. જે કેમ્પ તા. ૧૭/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી વિઝન આંખની હોસ્પીટલ ખાતે યોજાશે. જેનો લાભ લેવા માટે અગાઉ મોબાઇલ નં. ૯૮૨૫૭ ૦૧૭૪૭, ૯૯૦૯૩ ૬૬૬૬૦ અપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે જે લઇને ફ્રી નિદાન મેગા કેમ્પમાં લાભ લઈ શકાશે અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.