Saturday, November 16, 2024
HomeGujaratશ્રી રઘુવંશી યુવક મંડળ - મોરબીના પુર્વપ્રમુખ તથા તેમની પત્ની અને પુત્રની...

શ્રી રઘુવંશી યુવક મંડળ – મોરબીના પુર્વપ્રમુખ તથા તેમની પત્ની અને પુત્રની આત્માની શાંતી અર્થે “હરિ સ્મરણ”ભજન કીર્તનનું આયોજન

મોરબી શહેરના રવાપર રોડ પર વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી હતી. ત્યારે તેમની આત્માની શાંતી અર્થે શ્રી રઘુવંશી યુવક મંડળ – મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદીર – મોરબી દ્વારા “હરિ સ્મરણ”નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી રઘુવંશી યુવક મંડળ – મોરબીના ભુતપુર્વ પ્રમુખ સ્વ. હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ. વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા તેમજ પુત્ર સ્વ. હર્ષ હરેશભાઈ કાનાબારનું દુઃખદ અવસાન તા. ૭/૮/૨૦૨૪ ને મંગળવાર ના રોજ થયું હતું. જેમની આત્માની શાંતી અર્થે શ્રી રઘુવંશી યુવક મંડળ – મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદીર – મોરબી દ્વારા આગામી તા. ૧૦/૮/૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે “હરિ સ્મરણ” (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવ્યું છે. જે હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરીશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!