Sunday, December 22, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે વિશ્વ ડ્રગ ડે નિમિતે કાનુની શિક્ષણ શિબીરનું આયોજન

મોરબી સબ જેલ ખાતે વિશ્વ ડ્રગ ડે નિમિતે કાનુની શિક્ષણ શિબીરનું આયોજન

આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ છે. વર્ષ 1989થી દર વર્ષે 26 જૂને ડ્રગ્સના દૂષણથી લોકોને બચાવવા અને તેના ગેરકાયદેસર કારોબારને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રે દિવસ ઉજવવાનું નક્કી કર્યુ છે. જેને લઈ આજ રોજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના જજ અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલ.એ.ડી.સી.ચીફ શબાનાબેન ખોખર દ્વારા મોરબી સબ જેલ ખાતે કાનુની શિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, માદક દ્રવ્યોના દુરૂપયોગની વિનાશક અસરો વિશે જરૂરી જાગૃતિ લાવવા માટે, દર વર્ષે 26 જૂનને ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ અથવા વિશ્વ ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને મોરબી સબ જેલ ખાતે આજ રોજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના જજ અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલ.એ.ડી.સી.ચીફ શબાનાબેન ખોખર સાથે મુલાકાત લેવામાં આવેલ હતી. તેમજ તેઓ દ્વારા જેલમાં રહેલા બંદિવાનોને કાયદાને લગત માહિતી પ્રદાન કરી “કાનુની શિક્ષણ શિબીર” યોજવામાં આવી હતી. તેમજ શબાનાબેન ખોખર દ્વારા અંતેવાસીઓને મફત કાનુની સહાય અને સલાહ અંતર્ગત માહિતી આપેલ અને બંદિવાનોને જામીનના અધિકારો પ્રત્યે અવગત કરવામાં આવેલ હતા. સદર મુલાકાત તથા શિક્ષણ શિબીર દરમિયાન ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તથા સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયાનાઓ સાથે જેલ સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!