પ્રાચીન અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની વિભિન્ન વિદ્યાઓનું જતન અને સંવર્ધન કરતી રાષ્ટ્રવાદી સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જીલ્લા સમિતિ તેમજ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે મહારાષ્ટ્રીય રંગોળી પ્રશિક્ષણ વર્ગ (વર્કશોપ) (ભૂ અલંકરણ ) નું આયોજન કરેલ છે..
રાષ્ટ્રવાદી સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જીલ્લા સમિતિ તેમજ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના સંયુક્ત ઉપક્રમે મહારાષ્ટ્રીય રંગોળી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ છે. જેમાં તજજ્ઞ તરીકે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ભૂ અલંકરણ વિદ્યાના સંયોજક યોગેશજી યેવલે સેવા આપશે. તો આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા ઈચ્છતા તાલીમાર્થીઓએ વહેલાસર પોતાનું નામ નોંધાવી દેવા અનુરોધ કરાયો છે. તેમજ વર્કશોપમાં જોડવવા માટેના નિયમો પણ બહાર પાડ્યા છે. જેમાં આ પ્રશિક્ષણ વર્ગ ઓપન મોરબી માટે રહેશે જેમાં મોરબી શહેરના 12 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ જોડાઈ શકશે. રંગોળી પ્રશિક્ષણ વર્ગ આગામી તારીખ 14,15 શનિ, રવિવારના રોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી વરિયા પ્રજાપતિ બોર્ડિંગ જીલ્લા સેવા સદન પાસે મોરબી મુકામે યોજાશે.આ પ્રશિક્ષણ વર્ગમાં નોંધણી ફી રૂ.100 /- રાખેલ છે.જે નામ નોંધણી વખતે જ ચૂકવવાનો રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવામાં આવશે. નામ નોંધાવાની અંતિમ તારીખ 11/10/2023 સાંજના 6 કલાક સુધી રહેશે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં નામ નોંધણી કરવામાં આવશે નહિ. અંતિમ તારીખ પહેલા માર્યાદિત સંખ્યા થઈ જાય તો રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે તેમજ નામ નોંધાવવા માટે મયુરીબેન કોટેચા (કોષધ્યક્ષ સંસ્કાર ભારતી મોરબી ) મો.નં.9275951954, ભાવનાબેન વામજા (વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મહિલા પાંખ )મો.નં.9726160701, અશ્વિનભાઇ બરાસરા (અધ્યક્ષ સંસ્કાર ભારતી મોરબી) મો. નં.9925072451 તેમજ જયેશભાઇ બારેજીયા (ખજાનચી -વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી) મો.નં.9879399058 નો સંપર્ક સાધી શકે છે…