માળીયા તાલુકાના મોટીબરાર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે ગઈકાલે શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જે પ્રોજેક્ટને નિહાળીને સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આગામી વિજ્ઞાન મેળા માટે શુભેચ્છા પાઠવી હતી.
મોડેલ સ્કૂલ મોટીબરારના જણાવ્યા અનુસાર, માળીયા તાલુકામાં આવેલ મોડેલ સ્કૂલ-મોટીબરાર ખાતે શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ -9 ના કુલ 08 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ તૈયાર કરી હતી. જેમાં પ્રથમ કૃતિમાં ચાવડા બંશી અને બાલાસરા હર્ષિતાએ આયુર્વેદિક લિકવિડ મચ્છર ભગાવવા માટેની કૃતિ રજૂ કરી હતી. દ્વિતીય કૃતિમાં ડાંગર ભક્તિ અને ડાંગર દિયાએ સ્માર્ટ ઘરની કૃતિ રજૂ કરી હતી. તૃતિય કૃતિ કાનગડ તેજસ્વી અને ડાંગર ધરતીએ રોગ ભગાવો અને નિરોગી રહોની કૃતિ રજુ કરી હતી. ચતૃથ કૃતિ બોરીચા દર્શના અને ડાંગર કાજોલએ પ્લાસ્ટોસકોપ કૃતિ રજુ કરી હતી. આ કૃતિના નિર્ણાયક તરીકેની શાળાના આચાર્ય બી.એન. વીડજા અને સ્કુલના શિક્ષકોએ ભૂમિકા નિભાવી હતી. શાળાના દરેક વિદ્યાર્થીઓએ કૃતિઓને નિહાળી હતી. આ તકે આચાર્ય બી.એન. વીડજાએ દરેક વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અવનવા સંશોધન માટે પ્રેરાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આગામી વિજ્ઞાન મેળામાં માટે શુભેકક્ષા પાઠવી હતી.