ઓક્સિજનની જરીરિયાત કેટલી પડે છે તે અંગે સૌએ કોરોના કાળમા અનુભવ્યું છે. ત્યારે વૃક્ષારોપણથી ઓક્સિજન અને વરસાદ સાથે પર્યાવરણનું સમતુલા જાળવવામાં મહત્વનું છે. જેને ધ્યાને લઈ ગઈકાલે મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયના જણાવ્યા અનુસાર, કાદવ પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં “મારી શાળા-હરિયાળી શાળા” કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં આચાર્ય પારુબેન હિરપરા, શિક્ષકો – મહેન્દ્રભાઈ કોરાટ, નરભેરામભાઈ કોટડીયા, ગાહા પિનાઝબેન, સોલંકી બિનાબેનએ સાથે રહીને વિદ્યાર્થિની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. સાથે વિદ્યાર્થીની બહેનોને વૃક્ષોનો પરિચય કરાવેલ. જુદા-જુદા વૃક્ષોની ઉપયોગિતા અને મહત્વ વિશે માહિતગાર કરી પર્યાવરણનાં રક્ષણ-સરક્ષણની સમજૂતી આપેલ. પર્યાવરણ જાણવણી અને પ્રદુષણ અટકાવવામાં વૃક્ષોનું મહત્વ સમજાવી. પ્રાકૃતિક શિક્ષણની વૃધ્ધિ માટે પ્રયાસ કરવામાં આવેલ. તેમજ વિદ્યાર્થીની બહેનો મળેલ પ્રાકૃતિક શિક્ષણ રૂપી જ્ઞાનને જીવનમાં ઉતારી આમ સમાજમાં પણ એ જ્ઞાન ફેલાવવાનો સભાન પ્રયાસ કરે તેવી સમજૂતી આપેલ. તેમ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય દ્વારા જણાવવામાં આવેલ હતું.