ભાયાત રાજપુત છાત્રાલય અને શ્રી રાજપુત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે આગામી તા.૨૪/૦૨/૨૬ થી ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાયાત રાજપુત છાત્રાલય અને શ્રી રાજપુત કરણી સેના દ્વારા તા.૨૪/૦૨ થી ૨૧ દિવસય ભવ્ય આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને અન્ય કેન્દ્ર અને રાજ્યની ફોર્સમાં જોડાવા માગતા યુવાનો માટે ભવ્ય પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જમવા રહેવાની વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે સંસ્કાર અને શિસ્તનું સિંચન કરતા આ કેમ્પમાં મોરબી, ભુજ, ધાગધ્રા જેવા ભવ્ય સફળ કેમ્પ કરનારા પ્રવિણસિંહજી ઝાલા (શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય સંયોજક, ભારતીય થલ સેના)ની ૨૧ દિવસ વિશેષ ઊપસ્તિથીમાં આ કેમ્પ યોજાશે, ત્યારે આ કેમ્પમાં રજીસ્ટેશન કરાવવા માટે આર ડી જાડેજા – 9426460880, ગિરિરાજીસિંહ ગઢડા – 99989 33353, દુષ્યંતસિંહ જાડેજા વિજાન – 70164 79530 તથા ઉપેન્દ્રસિંહ જાડેજા ધ્રોલ – 97272 00009 નો સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંખ્યા નિર્ધારિત હોવાથી રજિસ્ટ્રશન કરનારા દીકરાઓને જ કેમ્પમાં એન્ટ્રી મળશે. સાથે વહેલા તે પહેલાનાં ધોરણે જ એડમિશન મળશે









