Monday, October 7, 2024
HomeGujaratમોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિબંધ અને વાર્તા સ્પર્ધાનું આયોજન

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિબંધ અને વાર્તા સ્પર્ધાનું આયોજન

મોરબીની મહિલાઓ સ્ત્રીના વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે તે માટે મોરબી ગાયનેક એસોશિએશન (MOGs) તથા IMA, મોરબીના ડૉકટરો દ્વારા ‘નિબંધ’ તથા ‘વાર્તા લેખન’ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આપી શિલ્ડ તથા આકર્ષક ઇનામ આપી, મોરબી-IMA દ્વારા સન્માનિત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

નિબંધ માટેના વિષયો : (શબ્દમર્યાદા-300, ભાષા-ગુજરાતી)

૧. સ્ત્રી સશક્તિકરણ
૨. પરિવાર તથા કારકિર્દી વચ્ચે ભીંસાતી/સંતુલન રાખતી આજની આધુનિક નારી
૩. સ્ત્રી સ્વતંત્રતા – જરૂરિયાત તથા મર્યાદા
૪. બેટી બચાવો, સ્ત્રી ભૂણ હત્યા – સમાજ માટે કલંક
૫. સંસ્કૃતિ સંરક્ષણમાં સ્ત્રીનું યોગદાન

વાર્તા : મહિલા કેન્દ્રિત ટુંકી વાર્તા (શબ્દ મર્યાદા-૪૦૦, ભાષા-ગુજરાતી)

કૃતિ સુવાચ્ય હસ્તલેખિત અથવા કોમ્યુટર પ્રિન્ટ કાઢી, તા. ૨૦-૩-૨૦૨૧ સુધીમાં માસુમ ગાયનેક તથા બાળકોની હોસ્પિટલ, પહેલો માળ, મહેશ હોટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી- ૦૨૮૨૨-૨૨૩૨૪૨ ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે. કૃતિમાં નામ લખવાનું રહેશે નહીં, નામ રૂબરૂમાં લખવાનું રહેશે. એક વ્યક્તિ એક જ વિષય પર કૃતિ તૈયાર કરી શકશે. ઉપરોક્ત કૃતિઓનું પરિણામ ૧૫-૨૦ દિવસમાં જાહેર કરવામાં આવશે. Social Media પર તથા ફોન દ્વારા રૂબરૂ જાણ કરવામાં આવશે. વિજેતાઓને અનુકુળ સમય પર IMA મોરબી દ્વારા, સન્માનિત કરવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક : માસુમ હોસ્પિટલ, મોરબી (મો. ૭૫૭૫૦ ૨૩૨૪૨)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!