Wednesday, December 4, 2024
HomeGujaratમોરબીમાં “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન

મોરબીમાં “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન

પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતિયને રૂ.૧૫,૦૦૦/-, તૃતિયને રૂ. ૧૦,૦૦૦/-નું ઇનામ અપાશે

- Advertisement -
- Advertisement -

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંયુક્ત ઉપક્રમે “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચિત્ર સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના (૮.૩”×૧૧.૭”) સાઈઝના ડ્રોઈંગ પેપર પર “ફિટ ઈન્ડિયા” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. તૈયાર કરેલ કૃતિની પાછળની બાજુ નામ, સરનામું, જન્મતારીખ, સંપર્ક નંબર લખીને તા.૩૦/૦૧/૨૦૨૧ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. વધુ વિગતો માટે કચેરીના બુધાભાઈ નાકીયા ૯૭૧૪૯-૦૪૬૬૯ તથા નિરતિબેન અંતાણી ૮૧૪૧૪૭૩૮૬૦ ને ૧૨-૦૦ થી ૦૫-૦૦ વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે. જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૨/૦૧/૨૦૨૧ થી તા.૩૦/૦૧/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૧/૦૨/૨૦૨૧ રોજ યોજવામાં આવશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતિય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!