Wednesday, October 30, 2024
HomeGujaratકોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા કોવીડ વેક્સિનેશનની કામગીરી વેગવંતી બનાવવા મોરબી જિલ્લામાં...

કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા કોવીડ વેક્સિનેશનની કામગીરી વેગવંતી બનાવવા મોરબી જિલ્લામાં ગ્રામસભાઓનું આયોજન

કોરોના સંક્રમણ ના ત્રીજા વેવને અટકાવવા સારુ કોવીડ વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક ગ્રામજનોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવા માટે આગામી તા.૧૩/૯/૨૦૨૧ થી તા.૨૪/૯/૨૦૨૧ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ ગ્રામસભાઓમાં સો ટકા અસરકારક વેક્સિનેશન થાય તેવું સુનિશ્ચિત કરવા તેમજ ૧૫ માં નાણાપંચ અંતર્ગત સોલાર રૂફટોપ ની મંજૂરી આપવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કામોના આગોતરાં ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામો ના ઠરાવ પસાર કરી બજેટ મંજુર કરવા, સ્વચ્છ ભારત મિશન(ગ્રા.) ફેઝ-૨ હેઠળ ૧૦૦ દિવસના ઝુંબેશ અંતર્ગત વોટર ગ્રેવોટર મેનેજમેન્ટ અર્થે વ્યક્તિગત/ સામૂહિક રેટ્રોફીટીગની કામગીરી, શૌચાલય ન હોય ત્યાં શૌચાલયની કામગીરી ના ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા જેવી કામગીરી થશે

આ ગ્રામ સભાઓ ને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીઓને જે તે નિયત તારીખ અને સમયે ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ અને જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આદેશો કરવામાં આવ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!