કોવિડ-૧૯ નાં સંક્રમણને કારણે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા ઓનલાઇન ભરતીમેળાઓનાં આયોજન કરવામાં આવે છે. જેમાં નોકરીદાતાંઓ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યું દ્વારા પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવે છે. નજીકનાં ભવિષ્યમાં રાજ્યકક્ષાનાં ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સંભવત: માન મુખ્યમંત્રી/મંત્રી દ્રારા ઉદ્દબોધન કરવામાં આવનાર છે.
આ ભરતી મેળામાં ભાગ લેવાં ઇચ્છુક ઉમેદવારોએ https://forms.gle/JTcUxUmeqJvVQU2m6 લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા તેમજ નોકરીદાતાઓએ https://forms.gle/KxPnJy6QYP1xnb1m6 આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.
આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ રોજગાર વિનીમય કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેઓ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શક્શે અને ભરતીમેળામાં સહભાગી થઇ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.