શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સહિતની સ્પર્ધામાં ભાગ લઇ શકાશે
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, મોરબી સંચાલીત ચાલુ વર્ષે પણ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીથી મેળવી તા.૦૨/૦૯/૨૦૨૧ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોક્ટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્ર્મ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અને વધુ માહીતી માટે મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી મોરબી દ્વારા જણાવાયું છે.