રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર વર્ષ ૨૦૨૧-૨૨નું આયોજન ડિસેમ્બર માસમાં દિન-૭ માટે યોજાનાર છે. આ શિબિરમાં ભાગ લેવા માટે સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, વિશિષ્ટ સિદ્ધિની સંક્ષિપ્ત વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: [email protected] પર તા.૧૨/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.


 
                                    






