મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ સાહેબ પ્રેરિત અને આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મહેતાના માર્ગદર્શન હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે
માર્ગદર્શન સેમીનાર યોજાયો. જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 57 વિદ્યાર્થીઓએ તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો.
જેમાં NTSE,પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે NMMSની પરીક્ષા વિશે શૈલેષભાઈ સાણજા (સી આર સી કો ઑ લજાઈ ),NTSE પરીક્ષાનું માર્ગદર્શન ભાવેશભાઈ સંઘાણી (આચાર્ય શ્રી છત્તર પ્રા.શાળા), પ્રખરતા શોધ કસોટી અને સામાન્ય પ્રવાહ અલ્પેશભાઈ પૂજારા ( આચાર્ય શ્રી સજનપર પ્રા શાળા), જ્ઞાન સાધના અને વિજ્ઞાન પ્રવાહ ચેતનભાઈ ભાગિયા ( આચાર્ય શ્રી ટંકારા કન્યા પ્રા શાળા)એ PPT સાથે સમજ આપી હતી. અંતમાં દિપેશભાઈ જોશી ( ઇન્સ્ટકટર શ્રી આઈ ટી આઈ ટંકારા )એ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા તથા બી.આર.સી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઢેઢી કૌશિકભાઈ (સી આર સી કો ઑ મિતાણા) અને ભાવેશભાઇ દેત્રોજા ( સી આર સી કો ઓ ટંકારા )એ કર્યું હતું તથા અંતમાં શ્રી ખાવડું હેમંતકુમાર (સી.આર.સી.કો ઓ સરાયા ) સૌનો આભાર માન્યો હતો.