ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (CBSE), મોરબી દ્વારા આજ રોજ OSEM CBSE MUN ક્લબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મોરબીમાં પ્રથમ CBSE મોડેલ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે OSEM CBSE MUN ક્લબના લોન્ચ અને મોરબીમાં પ્રથમ CBSE સંલગ્ન મોડેલ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ, OSEM CBSE MUN 2025 ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા સંચાલકો દ્વારા મોરબીવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ (CBSE), મોરબી દ્વારા આજે તા.18 તથા આવતીકાલે તા.19 જુલાઈના રોજ OSEM CBSE MUN ક્લબનું લોન્ચિંગ તથા મોરબીમાં પ્રથમ CBSE સંલગ્ન મોડેલ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સનું ભવ્ય આયોજન મોરબીના સનાળા ગામ પાસે મોરબી-રાજકોટ હાઈવે પાર સોલાર ક્લોક પાછળ કરવામાં આવ્યું છે. મોડેલ યુનાઇટેડ નેશન્સ (MUN) એ યુનાઇટેડ નેશન્સનું એક શૈક્ષણિક અનુકરણ છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ અને પ્રતિનિધિઓની ભૂમિકાઓ નિભાવે છે. અને હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલ અનેક મુદ્દાઓ વિષે ચર્ચા કરે છે અને તેના ઉકેલ માટે ચુકાદો ઘડે છે અને એક સાચા યુ.એન.ની જેમ જ ઉકેલો શોધવા માટે સાથે મળીને કામ કરે છે. આ કાર્યક્મ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય બાબતોની ઊંડી સમજ મેળવવાની સાથે, ડિપ્લોમેટ્સ, જાહેર ભાષણ, ટીકાત્મક વિચારસરણી અને ટીમવર્કમાં કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. ત્યારે આ કાર્યક્રમમાં મોરબીવાસીઓને અચૂકથી પધારવા ઓમ શાંતિ અંગ્રેજી માધ્યમ શાળાના પ્રિન્સિપાલ દીપા શર્મા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જણાવ્યા અનુસાર, MUN વિદ્યાર્થીઓને વિવેચનાત્મક રીતે વિચારવા, આત્મવિશ્વાસથી બોલવા અને રાજદ્વારી રીતે કાર્ય કરવા માટે સશક્ત બનાવે છે. તે વર્ગખંડોને વૈશ્વિક પ્લેટફોર્મમાં પરિવર્તિત કરે છે, જ્યાં બાળકો ચર્ચા કરવાનું, વાટાઘાટો કરવાનું અને વાસ્તવિક દુનિયાના મુદ્દાઓ ઉકેલવાનું શીખે છે – તેમને જ્ઞાન, સહાનુભૂતિ અને હેતુ સાથે નેતૃત્વ કરવા માટે તૈયાર કરે છે. મોડેલ યુનાઇટેડ નેશન્સ (MUN) વિદ્યાર્થીઓ માટે એક અનોખો શીખવાનો અનુભવ છે. MUN એ યુનાઇટેડ નેશન્સનું અનુકરણ છે. જ્યાં વિદ્યાર્થીઓ રાજદ્વારીઓના જૂતામાં ઉતરે છે અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાઓ, વાટાઘાટો અને સમસ્યાનું નિરાકરણ કરે છે. તે એક શક્તિશાળી શૈક્ષણિક સાધન છે. જે વર્ગખંડથી ઘણું આગળ વધે છે, જે શૈક્ષણિક પડકાર, વાસ્તવિક દુનિયાની સુસંગતતા અને વ્યક્તિગત વિકાસનું એક અનોખું મિશ્રણ પ્રદાન કરે છે.