Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી ખાતે સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય...

મોરબી ખાતે સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ સહિત અન્ય સુવિધાઓ ઉભી કરાઈ

કન્ટ્રોલ રૂમ, બ્રેઇલમાં વોટર ગાઈડ, વ્હીલચેર અને સાઈન લેંગ્વેજ સાથે મતદાન સુગમ બનશે

- Advertisement -
- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી સમયે દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લાના ત્રણે વિધાનસભા મત વિસ્તારોના દરેક બુથમા PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોષીના માર્ગદર્શન હેઠળ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તીવ્ર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા તેમજ ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝન્સ ટપાલથી મત આપી શકે તે માટે BLO મારફત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દૃષ્ટિહીન દિવ્યાંગોને બ્રેઇલમાં વોટર ગાઈડ અપાશે. ઉપરાંત જે દિવ્યાંગ ભાઈ-બહેનો બુથ સુધી ચાલીને જવા સક્ષમ ન હોય તેમના માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ મતદારોને અન્ય મતદારોની સાથે લાઇનમાં ઉભા રહેવાના બદલે અગ્રતા આપી મતદાનને ખરા અર્થમાં સુગમ બનાવવામાં આવશે.

આ ઉપરાંત બહેરા મૂંગા મતદારો માટે સાઈન લેંગ્વેજ જાણતા હોય તેવા શિક્ષકોની પણ નિમણૂંક કરવામાં આવી છે, જેથી જ્યારે દિવ્યાંગ મતદારોને મુશ્કેલી જણાય ત્યારે તેમને વીડિયો કોલ કરીને માર્ગદર્શન આપી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!