હળવદ નગર પાલિકા દ્વારા શહેરના પ્રમુખની વરણી થઈ ત્યારે બસ સ્ટેન્ડ રોડ પર મેલડી માતાજીના મંદિરની બાજુમાં ડ્રીંકિંગ વોટર એટીએમ મૂકવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકો માટે ખુલ્લું હજુ સુધી મૂકવામાં આવ્યું નથી. ત્યારે હળવદ નગર પાલીકાના પાપે તરસ્યો પાણીના પરબે આવી તરસ્યો પાછો જાય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પાણી બચાવવાના ઉદ્દેશ સાથે વિશ્વમાં ૨૨ માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જળ એજ જીવન છે. ત્યારે આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લોકોને પીવાના પાણીની સૌથી વધુ જરૂરિયાત રહેતી છે. ત્યારે હળવદ નગર પાલિકા દ્વારા મોટા ઉપાડે હળવદ બસ સ્ટેન્ડ રોડ મેલડી માતાજીના મંદિર બાજુમાં શીતળ પેય જળ drinking water ATM હળવદ શહેર પ્રમુખની વરણી થઈ ત્યારે મૂકવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન કર્યા બાદ પણ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. તેથી આકરા ઉનાળામાં પણ પીવાના પાણીના પરબે આવીને તરસ્યો પાછો જાય તેવી સ્થિતિનું નિર્માણ હળવદ નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.. જ્યારે સરા ચોકડી ખાતે મૂકવામાં આવેલ ડ્રીંકિંગ વોટર એટીએમ ચાલુ હાલતમાં છે. ત્યારે બસ સ્ટેન્ડ રોડ પર આવેલું ડ્રીંકકિંગ વોટર એટીએમ ક્યારે શરૂ કરવામાં આવશે તેવો સવાલ હળવદ વાસીઓ કરી રહ્યા છે.