Friday, January 10, 2025
HomeGujaratટંકારાના ડેમી-૧ ડેમમાંથી ગેરકાયદેસર પાણી ઉપાડવા મામલે રજુઆત કરનાર આઠ પંચાયત પૈકી...

ટંકારાના ડેમી-૧ ડેમમાંથી ગેરકાયદેસર પાણી ઉપાડવા મામલે રજુઆત કરનાર આઠ પંચાયત પૈકી સરાયા ગ્રામ પંચાયતને વાંધો ન હોવાનો પત્ર લખાયો

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી ૧ ડેમમાંથી મોટરો મૂકીને પાણી ઉપાડવામાં આવી રહ્યું હોય જેને લઇને ગઇકાલે ટંકારા તાલુકાના આઠ ગામ એ કાર્યપાલક ઇજનેર ને કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.જે રજુઆત કરનાર પંચાયતો પૈકી સરાયા ગ્રામ પંચાયત દ્વારા આજે ફરીથી પત્ર લખીને પાણી ઉપાડવા બાબતે સરાયા ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારનો વાંધો ન હોય તેવું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારાની સરાયા ગ્રામ પંચાયત દ્વારા ડેમી-૧ ડેમનાં કાર્યપાલક ઈજનેરને આજે તા.૩૦/૦૯/૨૦૨૩ના રોજ લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,  ડેમી-૧ મીતાણામાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. અને મીતાણા ગામનાં ખેડૂતોનાં ઉભો પાકમાં નુકસાન થતું હોવાથી ખેડૂતો કદાચ મીતાણા ડેમી-૧ ડેમમાંથી પાણીનો ઉપાડ કરતા હોય તો સરાયા ગ્રામ પંચાયતને પાણી બાબતમાં કોઈ પણ વાંધો નથી. તેવી કાર્યપાલ ઈજનેરનેરજૂઆત કરવામાં આવી છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કુદરતી રીતે નદી, નાળા ડેમો ભરાયા નથી. પાણીએ ખેડૂતોની તાતી જરૂરિયાત છે. જેથી આ બાબતને ધ્યાનમાં લેવા જણાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!