ટંકારાનાં બંગાવડી ડેમમાં નદી વાટે કેમિકલયુક્ત પાણી ભળી જતાં અનેક જળચર જીવો મૃત્યુ પામ્યા છે તથા પશુઓને માઠી અસર થતાં જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે.
ટંકારાનાં બંગાવડી ડેમમાં નદી વાટે કેમિકલયુક્ત પાણી ભળી જતાં ખેડુતોનો કાળો કલ્પાંત હજારો ખેડુતોની જમીનને થશે સીધી અસર,ટંકારા તાલુકામાં બેરોકટોક કેમિકલયુક્ત સાબુ ફેક્ટરી ધમધમી રહી છે ત્યારે સવાલ એ ઉદભવે છે કે પ્રદુષણ વિભાગ આ અંગે કેમ કાંઈ કાર્યવાહી કરતું નથી? ભ્રષ્ટાચારનાં આવા આરોપ સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી પગલાં લેવા ગામ લોકો, ખેડુતો અને જીવદયા પ્રેમીઓએ માંગ કરેલ છે.
અગાઉ ટંકારા મામલતદારે હિરાપરનાં પાદર પાસે આવેલ આ ફેક્ટરી જાણે મોટુ તિર માર્યું હોય તેમ ઉપરનાં આદેશ નું પાલન કરી બંધ કરાવી હતી તો પછી હવે આ અંગે જવાબદાર કોણ?
હાલ ટંકારા તાલુકાનાં તમામ ગામોનાં સરપંચો તંકારા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હોય, પ્રદુષણ વિભાગનાં મોરબી જીલ્લાનાં અધિકારી કે. બી. વાધેલા સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ ધટનાસ્થળે કોઈ અઘટિત ઘટનામાં ન બને તે માટે પીઆઇ બી. ડી. પરમાર સહિતનો પોલીસ કાફલો દોડી ગયેલ છે, બનાવનાં પગલે ધોરણસરની કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓ અને ખેડુતોએ માંગ કરેલ છે.