મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ખાનગી કંપનીઓ અને ખાસ કરી રિલાયન્સ જીઓ દ્વારા લોકોની મંજૂરી વગર ઠેરઠેર રસ્તા પર ખોદાણ કામ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા ની ફરજ પડતા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં આવેલી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા રણજીતભાઈ પ્રભાતભાઈ હુંબલ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે રિલાયન્સ જીઓ દ્વારા શહેરમાં અનેક સ્થળોએ આડેધડ ખોદી અને કામ કરતા રાહદારીઓ તથા લતાવાસીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગોડાઉન રોડ પર નાના ધંધાર્થીઓને માલ સામાન હેરફેર કરવા ખોદેલાં રસ્તાઓથી ભારે મુશ્કેલીઓ પડતા લોકોએ છેલ્લા છ દિવસથી પોતાના રોજગાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે લતાવાસીઓએ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવતું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવા કે બંધ કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે નવા રસ્તા બનાવ્યા બાદ તુરંત જ આડેધડ ખોદી નાખવામાં આવે છે ત્યારે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ રસ્તાઓ પણ બગાડી નાખે છે ત્યારે આવી કંપનીઓ સામે કોણ બોલે તે પણ મોટો સવાલ બની જાય છે જેમાં રણજિત ભાઈની એકની મુસીબત નથી પણ આ આખા શહેરનો પ્રશ્ન છે ત્યારે હાલ જીલ્લા કલેકટર ને રજુઆત કરી ત્વરિત કાર્યવાહી કરવા લેખિત માંગ કરાઈ છે પરંતુ શું આમા કોઈ નક્કર પગલાં લેવાશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.