હળવદ તાલુકામાં વિવિધ જગ્યાઓ ઉપર હાલમાં કંડલાથી ગોરખપુર એલપીજી ગેસ પાઇપલાઇનનું કામગીરી ચાલી રહી છે.
તેમાં પણ ખેડૂતોને જમીનનું અને પાકનું વળતરને લઈને અનેક સમસ્યાઓ છે ત્યારે આજે હળવદ તાલુકાના નવા અમરાપર ગામ પાસે ખેડૂતોના ઉભા પાકમાં જેવા કે ઘઉં ચણા જીરું સહિતના ઉભા પાકમાં હિટાચી જેવા મશીન ફેરવી નાખવામાં આવ્યા હતા. જેને લઇ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. તો સાથે જ કંડલાથી ગોરખપુર જતી આ પાઇપ લાઇન 2805 કિલોમીટર લાંબી છે અને જેનો આશરે 9 થી 10, હજાર કરોડ રૂપિયાનો ખર્ચનો પ્રોજેક્ટ છે અને આ ગેસ પાઇપલાઇનનો ખેડૂતો યોગ્ય વળતરની ઘણા સમયથી માંગ કરી રહ્યા છે ત્યારે આજે નવા અમરાપર ગામ પાસે 1 પીઆઇ 7 પી.એસ.આઇ 70 થી વધુ પોલીસ જવાનો તેમજ મોરબી એલસીબી એસઓજી સહિતનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. તો ખેડૂતોની મરજી વિરુદ્ધ કામગીરી થતાં અને તંત્ર દ્વારા આવડો મોટો કાફલાની ઉતારવાની સાથે જ રાજકીય માહોલ પણ ગરમાંયો હતો જેને લઇ બપોર બાદ ખેડૂતોની એક બેઠક હળવદ પોલીસ મથકે મળી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ ખેડૂતોની બેઠક મળી હતી.