Thursday, November 14, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંસ કર્મચારીઓ ધરણા પર:આપ નેતા ઇસુદાન ગઢવીએ મુલાકાત લીધી

મોરબી સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંસ કર્મચારીઓ ધરણા પર:આપ નેતા ઇસુદાન ગઢવીએ મુલાકાત લીધી

આ સાથે ઇસુદાન ગઢવી દ્વારા આઉટ સોર્સીસ એજન્સી, આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા સિવિલ હોસ્પિટલ અધિક્ષકને તાત્કાલિક કર્મચારીઓના મુદ્દાઓના ઉકેલ માટે અપીલ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આશરે 150 આઉટસોર્સિંસ કર્મચારીઓએ પોતાના હક્કના લાભો ન મળવા મુદ્દે ગઈકાલે રાત્રે ધરણા ઉપર બેઠા હતા, ત્યારે આ ધરણા સ્થળે જેની વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સંજયભાઈ બાપટ તથા મોરબી જીલ્લા પ્રભારી પંકજભાઈ રણસરિયા સહિતનાઓએ તેમની મુલાકાત લીધી અને સરકાર વિરુદ્ધ આકરાં પ્રહારો કર્યા હતા.

આપ નેતા ઇસુદાન ગઢવી દ્વારા જણાવવાયું હતું કે કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને અપૂરતો પગાર, પગાર સ્લીપની અનિયમિતતા, પીએફનો અભાવ, હક્ક રજાનો અભાવ અને 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ લેવાના મુદ્દાઓમાં ન્યાય મળતો નથી તે બધી બાબતે આઉટ સોર્સીસ એજન્સીઓ અને અધિકારીઓ વચ્ચેની મિલીભગતના કારણે ઊભી થઈ છે. કર્મચારીઓના થઇ રહેલા શોષણ અન્વયે સિવિલ હોસ્પિટલના અધિક્ષકને મધ્યસ્થી બનવા અપીલ કરી છે અને કર્મચારીઓના ઉપરોક્ત મુદ્દાઓમાં ન્યાયિક તપાસ અને આઉટ સોર્સીસ એજન્સીના સંચાલકો પાસેથી વિગતો મંગાવી કર્મચારીઓને વહેલી તકે ન્યાય અપાવવા સિવિલ હોસ્પિટલ અધિક્ષકને અપીલ કરવામાં આવી છે.

અંતમાં ઈશુદાન ગઢવીએ ચેતવણી આપતા જણાવ્યું કે, જો આવનારા સમયમાં મોરબી સહિત તમામ ૩૩ જીલ્લાઓમાં આઉટ સોર્સીસ કર્મચારીઓના તમામ મુદાઓનો કોઈ ઉકેલ ન લાવવામાં આવે, તો આમ આદમી પાર્ટી રાજ્યના તમામ જીલ્લામાં આઉટસોર્સિંસ કર્મચારીઓનું સંગઠન બનાવી આશરે ૧ લાખથી વધુ લોકો સાથે ગાંધીનગરમાં ઘેરાવ કરશે અને તીવ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!