Friday, February 20, 2026
HomeGujaratમોરબીના શનાળા રોડ પર ઓવરટેકના વિવાદે લીધો જીવ:કાર ચાલક યુવકની છરીના ઘા...

મોરબીના શનાળા રોડ પર ઓવરટેકના વિવાદે લીધો જીવ:કાર ચાલક યુવકની છરીના ઘા મારી નિર્મમ હત્યા

રંગોલી આઇસ્ક્રીમ નજીક બાઈક સવાર બે શખ્સોનો હુમલો, બંને આરોપી પોલીસના હાથવેંતમાં

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર ગુરુવારે રાત્રે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાર ચાલક જતીન સોની નામના યુવકની બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી હતી. બનાવ બાદ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાલ બંને આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી મળી છે.

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં ગુરુવારે રાત્રે શનાળા રોડ પર સુપર માર્કેટથી સરદાર બાગ તરફ જતાં માર્ગ પર રંગોલી આઇસ્ક્રીમ નજીક ઓવરટેક કરવાની બાબતે કાર અને બાઈક સવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. કારમાં સવાર જતીન સોની ઉવ.૩૬ નામના યુવક સાથે બાઈક પર આવેલા બે શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. આ દરમિયાન બાઈક સવારોએ જતીન સોનીને છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કર્યા બાદ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ, એલસીબી ટીમ તથા ડીવાયએસપી જે.એમ.આલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. વિશ્વસનીય સૂત્રો મુજબ, હત્યાના બંને આરોપીઓ હાલ પોલીસના હાથવેંતમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!