ટંકારા તાલુકાની પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાથીઓને એક્ષપોઝર વિઝીટ સાથે શૈક્ષણીક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
જેમાં તમામ બાળકોને રાજકોટ ડેરી – ગોપાલ ડેરી, બાલાજી વેફર્સના યુનિટની મુલાકાત લેવડાવી બાળકોને ઉત્પાદન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મનોરંજન માટે છાવા મૂવી દેખાડવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આજરોજ પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાના ધો. 6 થી 8 ના બાળકો માટે પી. એમ. શ્રી સ્કૂલ અંતર્ગત એક્ષપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકોને શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન મળી રહે તેવાં હેતુથી “રાજકોટ ડેરી-ગોપાલ ડેરી” ની મુલાકાત લેવડાવવામાં આવી હતી. જ્યાં બાળકોને રાજકોટ ડેરીની તમામ બનાવટ વિશેની માહિતી આપી દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બાળકોને અતિપ્રિય એવા “બાલાજી વેફર્સ”ના યુનિટની મુલાકાત લેવડાવી બાળકોને બટેટામાંથી વિવિધ વેફર્સ કઈ રીતે બને છે તેની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી હતી. ત્યાર બાદ બાળકોને મનોરંજન મળી રહે તે માટે રાજકોટની કોસ્મોપ્લેક્સ સિનેમામાં “છાવા” જેવું ઐતિહાસિક મુવી બતાવવામાં આવ્યું અને ત્યાંથી રાજકોટ સ્માર્ટ સિટી માં બનેલ “અટલ સરોવર ” ની મુલાકાત કરવાવામાં આવી હતી. સાથે જ તમામ બાળકો માટે સવારે નાસ્તો અને બપોરે તેમજ રાત્રી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જે સમગ્ર પ્રવાસમાં બાળકોને ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહે અને મજા માણી શકે તે માટે બાળકોએ મજા માણી હતી. જે પ્રવાસમાં સમગ્ર આયોજન શાળાના શિક્ષકો માયાબેન કાવર, ભારતીબેન દેત્રોજા, રેખાબેન આરદેશણા અને કેતનભાઈ આદ્રોજા દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. જે બદલ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા…