Tuesday, May 21, 2024
HomeGujaratહળવદ તાલુકાની પાંડાતીરથ ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ ગ્રામ પંચાયત બની

હળવદ તાલુકાની પાંડાતીરથ ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ ગ્રામ પંચાયત બની

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ ગ્રામ પંચાયત સમરસ બનતા પાંડાતીરથ ગ્રામ પંચાયતના લોકોમાં અતિભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે અન્ય ફોર્મ ના ભરાતા સમરસ ગ્રામ પંચાયત બની હતી. સતત ચોથી વખત સરપંચ તરીકે ગુલાબભાઈ રામભા અસ્વાર અને તેમની ટીમ સતત ચોથી વાર સમરસ ગ્રામ પંચાયત બનતા આગેવાનો દ્વારા સમરસ ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં. ગ્રામજનો એ અબીલ ગુલાલની છોળો સાથે ડીજે ના તાલે ઝૂમી ફુલના હાળપહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગામ સતત ચોથી વખત સરપંચની ચૂંટણીમાં સમરસ થઇ હતી.ગામમા વિવિધ વિકાસ ના કામો જેવા કે સીસી રોડ, સ્કુલ , સહિતના કામ થયા છે.

- Advertisement -
- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં વીસ વર્ષ થી હળવદ તાલુકાના પાંડાતીરથ ગ્રામ પંચાયત ની ચૂંટણી જ નથી થઈ અને આ વખતે પણ પાંડાતીરથ ગ્રામ પંચાયત સમરસ જાહેર થવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!