મોરબીમાં બ્રહ્મલીન પૂજય મહંતશ્રી ૧૦૮ કલ્યાણદાસ બાપુની ત્રીજી નિર્વાણ તિથિને અનુલક્ષીને આગામી તા. ૪-૮-૨૦૨૫ ને સોમવારે પાદુકા પૂજન અને સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરબીની ધર્મપ્રિય જનતાને પધારવા અનુરોધ કરાયો છે.
મોરબીમાં બ્રાહ્મલિન સંત શ્રી કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા)ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી ખાતે ધાર્મિક અનુષ્ઠાનો અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ પીપળી નેશનલ હાઈવે ઉપર આવેલ છે. છેલ્લા 28 વર્ષથી તેઓ શ્રી મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા. તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવી હતી. સવારે ચારથી સાડા પાંચ સુધી યોગના શિબિરની અંદરમાં હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી. ઉલ્લેખનીય છે કે, પૂજ્ય કલ્યાણદાસજી બાપુએ ભારતનું ચાર વખત પદ ભ્રમણ કરેલ હતું. પૂજ્ય મહંત દ્વારા મોરબીની અંદરમાં અતિ મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 11 દિવસ ચાલેલા આ અતિ મહારુદ્ર યજ્ઞમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સંપૂર્ણપણે વૈદિક રીતે અતિ મહારૂદ્રનું પૂજન કરવામાં આવેલ હતું. ત્યારે સમગ્ર મોરબી શહેરમાં ખુબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભારતમાંથી સેંકડો સાધુ સંતો પધારેલ હતા. જેમની શોભાયાત્રા સમગ્ર મોરબી શહેરમાં લોકોના દર્શનાઅર્થે શાહી સવારી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, આજ સુધી સૌરાષ્ટ્ર માં અંતિમહારૂદ્ર યજ્ઞનું આયોજન ભાગ્યેજ થતું હોઈ છે. ત્યારે આ 11 દિવસ સુધી મોરબી એક ધર્મ નગરી બની ગઈ હતી. પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે પધારતા હતા. ત્યારે પૂજ્ય કલ્યાણદાસ બાપુના સેવકો તરફથી અને શ્રી શરદ મુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગામી તારીખ 4 ઓગસ્ટે સવારે નવ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં પધારવા તથા ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે