વાંકાનેર તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે પાજ ગામે મચ્છુ નદીના સામાં કાંઠે ખેતરમાં ફસાયેલ 4 વ્યક્તિનું NDRF ટીમ દ્વારા રેક્સ્યું કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના પાજ ગામે મચ્છુ નદીના સામા કાંઠે ખેતરમાં ફસાયેલ 4 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

કલેકટર મોરબીની સૂચના અને માર્ગદર્શન હેઠળ NDRF ટીમના સહયોગથી વહીવટી તંત્ર વાંકાનેર દ્વારા રેસક્યું કરી સલામત ઘરે પહોચાડવામાં આવ્યા હતા.









