જેલમાં બન્ધ તેમના પતિ-પુત્રના હત્યારાઓને બહારથી નોનવેજના ટિફિન, નશાની વસ્તુઓ અને આધુનિક સુવિધાઓ મળે છે: અરજદાર રજીયાબેન મોટલાણીએ કરી લેખિત રજુઆત: એસપીએ તપાસના આદેશ આપ્યા.
મોરબી સબજેલમાં ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઇમ્તિયાઝની હત્યા નિપજાવવાના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રહેલા ચાર આરોપીઓ ડાડો ઉર્ફે દાદુ રફીક તાજમહમદ જેડા, અસગર ભટ્ટી, જુસો ભટ્ટી અને આસિફ સુમરા નામના આરોપીઓએ ગત તા.૨૫ ના રોજ સવારના સમયે અનઅધિકૃત મુલાકાત માટે થઈને બબાલ કરી જેલના સિપાઈને માર માર્યો હતો જોકે જેલ અધિક્ષક કનુભાઈ પટણી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવી ન હતી એ શુકામ નહોતી નોંધાવી એ તો હવે જેલ અધિકારી જ કહી શકે પરન્તુ આ આરોપીઓ વિરુદ્ધ સામેના પક્ષના ફારૂક મોટલાણીના પત્નીએ એસપી રાહુલ ત્રિપાઠીને લેખિત રજુઆત કરી છે અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આવા આરોપીઓ જેલમાં રહીને જ જેલ સિપાઈને માર મારે તો શુ કર્મચારીઓના જીવની કે ખાખી ના સમ્માનની જેલ અધિકારીને ચિંતા જ નથી? મોરબી સ્થાનિક પોલીસે જેલમાં જઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે પરન્તુ આરોપીઓ જે પિતા પુત્રની હત્યા થઈ હતી તે ફારૂકભાઈ મોટલાણી ની પત્ની અને ઇમ્તિયાઝ મોટલાણી ના માતા રજીયાબેન દ્વારા તેમના પતિ અને પુત્રના હત્યાના ગુનામાં જેલમાં રહેલા આરોપીઓ પર જેલના કર્મચારી પર હુમલો કરવાની બાબતમાં ગુનો દાખલ કરવામાં આવે અને તેમને મળતી બિનસતાવાર સુવિધાઓ બન્ધ કરવામાં આવે તેવી લેખિત રજુઆત કરી છે જેમાં તેઓએ ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા છે જેમાં મોરબીની કહેવાતી વીઆઇપી “જેલ”માં બન્ધ પિતા પુત્રની હત્યાના ચારેય આરોપીઓને નોનવેજ ના ટિફિન પણ મળે છે અને નશા માટે અને વ્યસન માટેની વસ્તુઓ પણ અંદર પહોંચી રહી છે તથા દિવસ દરમિયાન ગમે ત્યારે ગમે તેટલી વાર આ કેદીઓની મુલાકાત ચાલુ જ હોય છે અને કોર્ટ માં લઇ આવતી વખતે પણ તેમને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે જેથી આ ચારે આરોપીઓ ની જેલ બદલી કરવામાં આવે અને તેમના ટિફિન તેમની મોજ પડે ત્યારે થતી મુલાકાત અને બીજી બધી અનઅધિકૃત રીતે મળતી સુવિધાઓ બન્ધ કરવામાં આવે એવી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ને રજુઆત કરવામાં આવી છે જોકે રજુઆત મળતાની સાથે જ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી એ એલસીબી ઝે ડીવીઝન પોલીસને સાથે રાખી 40 કર્મચારીઓ ની ટિમ દ્વારા ગઈકાલે વહેલી સવારે સર્ચ હાથ ધરવા સૂચન આપતા સબજેલને સર્ચ કરવામાં આવી હતી અને આ ચારેય આરોપીઓને નાની યાદ કરાવી દીધાની ચર્ચાઓ પણ છે ત્યારે સબજેલ અધિક્ષક હજુ પણ આ મામલે કઈ બોલવા તૈયાર નથી કે એકશન લેવા પણ તૈયાર નથી જે શંકાસ્પદ છે આ લેખિત રજુઆત ની નકલ અરજદાર દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઇકોર્ટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ મેજિસ્ટ્રેટ મોરબી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય, ગૃહ સચિવ, રાજકોટ રેન્જ આઈજી, જિલ્લા કલેકટર સાહિતનાઓ ને મોકલી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે ત્યારે આ રજુઆત મળતાની સાથે જ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.