મોરબીમાં વિદ્યાભારતી સંસ્થા દ્વારા ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠ ષક્ષ્મ પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આવતીકાલે ‘પંચ પરિવર્તન’ કથાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન, વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન તથા શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત દ્વારા ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠ ષક્ષ્મ પાટોત્સવ ઉજવણી પ્રસંગે ‘પંચ પરિવર્તન’ કથાનું આગામી તા.૨૫-૦૧-૨૦૨૬ ને રવિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ આયોજકો દ્વારા જણાવ્યું છે કે, “આપણને મળેલું ‘મનુષ્ય જીવન’ એ ઈશ્વરની અસીમ કૃપા છે. આપણું સુખી બનવું આપણા જ હાથમાં છે. ‘વાવો તેવું લણો’ અને ‘કરો તેવું પામો’ એ ન્યાયે આપણે કેટલીક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને સર્વત્ર સુખની સુવાસ ફેલાવીએ.” આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે વિજયભાઈ રાવલ (સંઘ અને આર્યસમાજના કાર્યકર્તા) ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાનમાં અરવિંદભાઈ વાંસદડિયા (પૂર્વ પ્રમુખ, મોરબી તાલુકા ભા.જ.પ.) ખાસ હાજરી આપશે.









